ડ્રેસને કારણે એમી મુશ્કેલીમાં!
હોલિવૂડ રિયાલિટી શો ધ ઓન્લી વે ઈઝ એસેક્સની સફળતાને કારણે એમીને ઘણો ફાયદો થયો છે. એમી આ શોને કારણે લોકોમાં જાણીતી બની છે.જો કે એમી સેલિબ્રિટી તો બની પરંતુ તેને હજી સુધી ગ્લેમર વર્લ્ડનો પરિચય ના હોય તેમ લાગતું હતું. રવિવારના રોજ લંડનની એક ક્લબમાં એમી ગઈ હતી આ સમયે તેણે વ્હાઈટ રંગનો ડ્રેસ પહેર્યો હતો.
20 વર્ષીય એમી ક્લબના પ્રવેશદ્વાર આગળ જ પડી ગઈ હતી. આ સમયે તેનો ચહેરો શરમથી લાલઘુમ થઈ ગયો હતોએમી પોતાના મેનેજર ક્લેયરનો 45મો જન્મ દિવસ હતો અને તેના માનમાં પાર્ટી રાખવામાં આવી હતી. પાર્ટીમાં પીટર આંદ્રે, કેરી કેટોના અને આમન્ડા હોલ્ડન પણ આવ્યા હતા.
પ્રવેશદ્વાર જ આગળ જ એમી પડી ગઈ હતી અને આ વાતથી એમી ઘણી જ શરમાઈ ગઈ હતી અને તે પાર્ટીમાં ગઈ નહોતી. તે એક્સ ફેક્ટરના એઈડલ ગ્રીમશોનું પર્ફોમન્સ જોવા જતી રહી હતી.
Comments
Post a Comment