લૌરિસા 1592 યુવકોમાંથી ત્રણની સાથે ડેટ કરશે..!
ફિફા વર્લ્ડ કપમાં પોતાની માદક અદાઓથી ખળભળાટ મચાવનાર પેરૂગ્વેની મોડલ લૌરિસા રિક્યુલમ દક્ષિણ કોરિયા પહોંચી ગઈ છે. તે અહીંયા પોતાના જીવનસાથી સાથે મુલાકાત કરશે.
લૌરિસા આફ્રિકામાં યોજાયેલા ફિફા વર્લ્ડ કપને કારણે ચર્ચામાં આવી હતી. લૌરિસા ઘણો જ સેક્સી ડ્રેસ પહેરીને વર્લ્ડ કપની મેચ જોવી ગઈ ઙતી. આટલું જ નહિ લૌરિસાએ જાહેરાત કરી હતી કે, જો તેના દેશની ટીમ વર્લ્ડ કપ જીતશે તો તે રસ્તા પર નગ્ન થઈને દોડશે.
ઓક્ટોબરમાં 25 વર્ષીય લૌરિસાએ દક્ષિણ કોરિયાની એક મેચમેકિંગ વેબસાઈટ પર લગ્ન કરવાનો કરાર કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી 18થી 44 વર્ષના 1592 પુરૂષોએ લૌરિસા સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી છે. સોમવારના રોજ લૌરિસા કોરિયા આવી ગઈ છે.
1592માંથી લૌરિસાએ ત્રણ લોકોની સાથે ડેટ પર જવાનું નક્કી કર્યુ છે. આ ત્રણમાંથી ગમે તે એક સાથે લૌરિસા લગ્ન કરશે.
ત્રણ યુવકો સારી રીતે અંગ્રેજી અને સ્પેનિશ ભાષા બોલી શકે છે. આ ત્રણેય લૌરિસાને ડેટ પર લઈ જવાની તૈયારી કરી રહ્યા છે.
Comments
Post a Comment