Posts

Showing posts from November, 2010

શાહિદ-પ્રિયંકા ફરી પાછા પ્રેમમાં પડી જાય તો?

Image
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને શાહિદ કપૂર એકબીજાને ડેટિંગ કરતા હતા ત્યારે પણ તેઓએ સત્ય વાત સ્વીકારી નહોતી. હવે, તેઓ અલગ થઈ ગયા છે. પ્રિયંકા અને શાહિદે ફિલ્મ કમીનેમાં સાથે કામ કર્યુ છે. થોડા સમય પહેલા જ કેટલાંક અગમ્ય કારણોસર તેઓનું બ્રેક અપ થઈ ગયુ હતું. જો કે શાહિદ અને પ્રિયંકા એક ફિલ્મમાં સાથે કામ કરે તેવી શક્યતા છે. કુનાલ કોહલીએ પોતાની આગામી ફિલ્મમાં શાહિદને લીધો છે. હવે તે ઈચ્છે છે કે, તેની આ ફિલ્મમાં શાહિદની સાથે પ્રિયંકા ચોપરા કામ કરે. જો કે પ્રિયંકાએ પોતાના અતિવ્યસ્ત શિડ્યુઅલને કારણે સૈફ અલી ખાનને તારીખો આપી નહોતી. જો કે કુનાલ પ્રિયંકાને મળ્યો હતો અને ફિલ્મની વિગતવાર વાત કરી હતી. કુનાલે પ્રિયંકા સિવાય અન્ય ત્રણ અભિનેત્રીઓનો પણ સંપર્ક કર્યો છે. આ ફિલ્મમાં બે અભિનેત્રીઓ છે. કુનાલ કેટરિના કૈફ, દીપિકા અને સોનાક્ષી સિન્હાને મળ્યો હતો. પ્રિયંકા શાહિદ સાથે કામ કરવા તૈયાર થઈ ગઈ છે. પ્રિયંકાને લાગે છે કે, જો તે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડશે તો લોકો તેનો ઉંધો અર્થ લઈ લશે. જો કે હવે, ફરી પાછા પ્રિયંકા અને શાહિદ એક થઈ ગયા છે એટલે કે ફિલ્મમાં સાથે કામ કરવાના છે. આ ફિલ્મ પણ લવ સ્ટોરી છે....

લૌરિસા 1592 યુવકોમાંથી ત્રણની સાથે ડેટ કરશે..!

Image
ફિફા વર્લ્ડ કપમાં પોતાની માદક અદાઓથી ખળભળાટ મચાવનાર પેરૂગ્વેની મોડલ લૌરિસા રિક્યુલમ દક્ષિણ કોરિયા પહોંચી ગઈ છે. તે અહીંયા પોતાના જીવનસાથી સાથે મુલાકાત કરશે. લૌરિસા આફ્રિકામાં યોજાયેલા ફિફા વર્લ્ડ કપને કારણે ચર્ચામાં આવી હતી. લૌરિસા ઘણો જ સેક્સી ડ્રેસ પહેરીને વર્લ્ડ કપની મેચ જોવી ગઈ ઙતી. આટલું જ નહિ લૌરિસાએ જાહેરાત કરી હતી કે, જો તેના દેશની ટીમ વર્લ્ડ કપ જીતશે તો તે રસ્તા પર નગ્ન થઈને દોડશે. ઓક્ટોબરમાં 25 વર્ષીય લૌરિસાએ દક્ષિણ કોરિયાની એક મેચમેકિંગ વેબસાઈટ પર લગ્ન કરવાનો કરાર કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી 18થી 44 વર્ષના 1592 પુરૂષોએ લૌરિસા સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી છે. સોમવારના રોજ લૌરિસા કોરિયા આવી ગઈ છે. 1592માંથી લૌરિસાએ ત્રણ લોકોની સાથે ડેટ પર જવાનું નક્કી કર્યુ છે. આ ત્રણમાંથી ગમે તે એક સાથે લૌરિસા લગ્ન કરશે. ત્રણ યુવકો સારી રીતે અંગ્રેજી અને સ્પેનિશ ભાષા બોલી શકે છે. આ ત્રણેય લૌરિસાને ડેટ પર લઈ જવાની તૈયારી કરી રહ્યા છે.

'યુવતીઓ પટાવવાં ફ્લર્ટિંગ કોચ રાખ્યો'

Image
બેબી ગીતથી સ્ટાર બનનાર કેનેડિયન મૂળનો યુવા સિંગર જસ્ટિન બીબર રોમેન્સ શીખવાં માટે એક ફ્લર્ટિંગ કોચ રાખ્યો છે. સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે જસ્ટિન એક ફ્લર્ટિંગ કોચ પાસેથી ફ્લર્ટિગનાં ક્લાસ લઈ રહ્યો છે. યુવતીઓને પોતાની તરફ આકર્ષિત કરવામાટેનાં પાઠ ભણી રહ્યો છે. બ્રિટિશ સમાચાર પત્ર ધ સનનાં જણાવ્યાં પ્રમાણે, 16 વર્ષિય જસ્ટિન તેનાં યૂરોપ ટૂર પહેલાં રિયાન નામનાં એક ફ્લર્ટિંગ કોચ પાસેથી યુવતીઓને પટાવવાનાં પાઠ શીખી રહ્યો છે. સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે રિયાન તેને ચાલતા, વાત કરતા, યુવતીઓને ઈમપ્રેસ કરતાં શીખી રહ્યો છે.

ડ્રેસને કારણે એમી મુશ્કેલીમાં!

Image
હોલિવૂડ રિયાલિટી શો ધ ઓન્લી વે ઈઝ એસેક્સની સફળતાને કારણે એમીને ઘણો ફાયદો થયો છે. એમી આ શોને કારણે લોકોમાં જાણીતી બની છે.જો કે એમી સેલિબ્રિટી તો બની પરંતુ તેને હજી સુધી ગ્લેમર વર્લ્ડનો પરિચય ના હોય તેમ લાગતું હતું. રવિવારના રોજ લંડનની એક ક્લબમાં એમી ગઈ હતી આ સમયે તેણે વ્હાઈટ રંગનો ડ્રેસ પહેર્યો હતો. 20 વર્ષીય એમી ક્લબના પ્રવેશદ્વાર આગળ જ પડી ગઈ હતી. આ સમયે તેનો ચહેરો શરમથી લાલઘુમ થઈ ગયો હતો એમી પોતાના મેનેજર ક્લેયરનો 45મો જન્મ દિવસ હતો અને તેના માનમાં પાર્ટી રાખવામાં આવી હતી. પાર્ટીમાં પીટર આંદ્રે, કેરી કેટોના અને આમન્ડા હોલ્ડન પણ આવ્યા હતા. પ્રવેશદ્વાર જ આગળ જ એમી પડી ગઈ હતી અને આ વાતથી એમી ઘણી જ શરમાઈ ગઈ હતી અને તે પાર્ટીમાં ગઈ નહોતી. તે એક્સ ફેક્ટરના એઈડલ ગ્રીમશોનું પર્ફોમન્સ જોવા જતી રહી હતી.
Image
ડેટ્રોઇટમાં પોર્ન શોપ્સમાં લોટરીની ટિકિટો પણ વેચાય છે બોલો પોર્ન શોપની વાત આવે એટલે આપણી નજરમાં પોર્ન સીડીઝ કે તેને લગતા સાહિત્યની જ વાત આવે, પરંતુ અમેરિકાના ડેટ્રોઇટ શહેરમાં પોર્ન શોપ્સમાં લોટરીની ટિકિટો પણ વેચાય છે બોલો.આ શહેરમાં આવેલી એક પોર્ન શોપમાં ખરીદવામાં આવેલી લોટરીની એક ટિકિટે કેટલાંક દોસ્તો અને પરિવારના એક સમૂહને રાતોરાત ધનાઢ્ય બનાવી દીધા છે. આ લોકોએ સંયુક્ત રીતે 12 કરોડ 90 લાખ ડોલર એટલે કે આશરે 5.76 અબજ રૂપિયાનો જેકપોટ જીતી લીધો છે. જો કે તેમણે એવું જાહેર કર્યું છે કે જીતેલી રકમમાંથી કેટલીક રકમ તેઓ દાન માટે આપી દેશે.
Image
ચીનમાં એક ડ્રાઈવર ચીનમાં એક ડ્રાઈવરને ઈંઘણ અને ટોલ ટેક્સ બચાવવાનું ભારે પડ્યું છે. હકીકતમાં આ વ્યક્તિ ઈંધણ અને ટોલ ટેક્સ બચાવવા માટે બે ટ્રકોને એક ટ્રક પર ચડાવીને લઈ જઈ રહ્યો હતો. પરંતુ જેવી ટ્રાફિક પોલીસની નજર પડી કે તેની બધી મહેનત પર પાણી ફરી ગયું હતું. ચીનના વર્તમાનપત્ર શિજિયાઝુંગ ડેઈલીના જણાવ્યા પ્રમાણે, હાઈવે પર ટ્રાફિક પોલીસને એક વ્યક્તિએ ફોન કરીને ટ્રક ડ્રાઈવરની આવી હરકત અંગે સૂચના આપી હતી. પોલીસ અધિકારી શી ક્યૂશેંગે જણાવ્યું હતું કે, અમને પહેલા તો આ સમાચાર પર વિશ્વાસ આવ્યો ન હતો. અમને માનવામાં આવતું ન હતું કે એક ટ્રક પર બે ટ્રક ચડાવીને કેવી રીતે લઈ જઈ શકાય. આશ્ચર્યની વાત તો એ છે કે ચેન નામનો આ ડ્રાઈવર પકડાયા પહેલા હુબેઈ વિસ્તારથી સિઝિયાઝુંક સુધી આશરે 965 કિલોમીટરની સફર કરી ચુક્યો હતો. તે આ નવા ટ્રકોને રાજધાની બેઈજિંગ લઈ જઈ રહ્યો હતો. તેણે જણાવ્યું હતું કે મને ડર હતો કે એક ઉપર એક રાખવામાં આવેલા ટ્રક ક્યાંક નીચે ન પડી જાય. આથી હું ખૂબ જ ઓછી ઝડપે ટ્રક ચલાવી રહ્યો હતો. અધિકારીઓએ તેના પર 100 પાઉન્ડની દંડ લગાવ્યો હતો, અને ટ્રકને નજીકના સર્વિસ સ્ટેશને રાખી દીધા હતાં. હવે બે ડ્રાઈવરોને...
Image
TO ALL MY FRIENDS

ઈન્ટરનેટ પર પત્ની સાથે મજાક કરવી ભારે પડી - Talaq joke on Skype ends marriage - www.divyabhaskar.co.in

Image
ઈન્ટરનેટ પર પત્ની સાથે મજાક કરવી ભારે પડી - Talaq joke on Skype ends marriage - www.divyabhaskar.co.in ઈન્ટરનેટ પર તેમજ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ પર કરવામાં આવેલી મજાક ક્યારેક લગ્ન જીવનમાં તોફાન લાવી શકે છે. આ વાતનો અનુભવ કતારના એક નેટ યુઝરને બહું સારી રીતે થઈ ગયો હશે. યુવકે પોતાની પત્ની સાથે ગૂગલના સ્કાયપ પર ચેટિંગ કરતી વખતે ત્રણ વખત તલાક લખી નાખ્યું હતું. આ વાતને મુસ્લિમ સંસ્થા દારુલ ઉલૂમના ધર્મગુરુઓએ તલાક માની લીધા હતા, તેમજ બંનેને બધા રીત રિવાજ પ્રમાણે ફરીથી નિકાહ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે યુવકે દાવો કર્યો હતો કે તેણે ફક્ત મજાક કરી હતી, તેમજ તે ક્યારેય તેની પત્નીને તલાક આપવા માગતો ન હતો. *દારૂલ ઉલૂમે બંનેના લગ્નને ગેરલાયક ઠેરવ્યા *પત્ની સાથે ફરીથી લગ્ન કરવા માટે હલાલાની વિધી કરવી પડશે *પત્નીએ વિધી પ્રમાણે અન્ય વ્યક્તિ સાથે નિકાહ કરવા પડશે *યુવકે દારૂલ ઉલૂમની સલાહ માગી હતી સ્કાયપ પર મજાક કરનાર યુવકને સજાના ભાગ રૂપે દારુલ ઉલૂમે તેને સુચના આપી છે કે તેના લગ્ન કાયદેસરના માની શકાય નહીં, અને જો તે પોતાની પત્ની સાથે ફરીથી નિકાહ કરવા માગે છે તો તેણે હલાલાની વિધી કરવી પડશે. હાલાલા પ્રમાણ...