ઈન્ટરનેટ પર પત્ની સાથે મજાક કરવી ભારે પડી - Talaq joke on Skype ends marriage - www.divyabhaskar.co.in





ઈન્ટરનેટ પર પત્ની સાથે મજાક કરવી ભારે પડી - Talaq joke on Skype ends marriage - www.divyabhaskar.co.in


ઈન્ટરનેટ પર તેમજ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ પર કરવામાં આવેલી મજાક ક્યારેક લગ્ન જીવનમાં તોફાન લાવી શકે છે. આ વાતનો અનુભવ કતારના એક નેટ યુઝરને બહું સારી રીતે થઈ ગયો હશે. યુવકે પોતાની પત્ની સાથે ગૂગલના સ્કાયપ પર ચેટિંગ કરતી વખતે ત્રણ વખત તલાક લખી નાખ્યું હતું. આ વાતને મુસ્લિમ સંસ્થા દારુલ ઉલૂમના ધર્મગુરુઓએ તલાક માની લીધા હતા, તેમજ બંનેને બધા રીત રિવાજ પ્રમાણે ફરીથી નિકાહ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે યુવકે દાવો કર્યો હતો કે તેણે ફક્ત મજાક કરી હતી, તેમજ તે ક્યારેય તેની પત્નીને તલાક આપવા માગતો ન હતો.


*દારૂલ ઉલૂમે બંનેના લગ્નને ગેરલાયક ઠેરવ્યા
*પત્ની સાથે ફરીથી લગ્ન કરવા માટે હલાલાની વિધી કરવી પડશે
*પત્નીએ વિધી પ્રમાણે અન્ય વ્યક્તિ સાથે નિકાહ કરવા પડશે
*યુવકે દારૂલ ઉલૂમની સલાહ માગી હતી


સ્કાયપ પર મજાક કરનાર યુવકને સજાના ભાગ રૂપે દારુલ ઉલૂમે તેને સુચના આપી છે કે તેના લગ્ન કાયદેસરના માની શકાય નહીં, અને જો તે પોતાની પત્ની સાથે ફરીથી નિકાહ કરવા માગે છે તો તેણે હલાલાની વિધી કરવી પડશે. હાલાલા પ્રમાણે તલાક લિધેલી પત્નીએ કોઈ અન્ય પુરુષ સાથે લગ્ન કરવા પડશે, ત્યાર બાદ જ તે પોતાના પ્રથમ પતિ સાથે લગ્ન કરી શકશે.


નોંધનીય છે કે કતારના યુવકે દારૂલ ઉલૂમ પાસે આ અંગે પોતાનો અભિપ્રાય માંગ્યો હતો. અને વિનંતી કરી હતી કે એ પોતાની પત્ની સાથે ફક્ત મજાક કરી રહ્યો હતો. પરંતુ દારુલ ઉલૂમે તેને આકરો જવાબ આપતા તેના લગ્નને ગેરલાયક ઠેરવ્યા હતાં. ઉલૂમના જણાવ્યા પ્રમાણે જ્યારે કોઈ પુરુષ મૌખિક અથવા લેખિતમાં પોતાની પત્નીને ત્રણ વખત તલાક કહી દે છે ત્યારે પત્ની તેનો સ્વીકાર કરે કે ન કરે તે તલાકને કાયદેસર માનવામાં આવે છે. દારૂલ ઉલૂમે યુવકને સલાહ આપી છે કે જો તે ફરીથી પોતાની પત્નીને પાછી મેળવવા માગે છે તો તેણે હલાલાની વિધી કરવી પડશે.

Comments

Popular posts from this blog