Posts

Showing posts from November, 2012

પુત્રીના નામથી પ્રખ્યાત બની કાર !!

Image
પુત્રીના નામથી પ્રખ્યાત બની કાર !! વર્ષ 1900ની આસપાસનો સમય. જર્મનીની ‘ડેઈમલર મોટર કંપની’ (ડીજીઓ) હજુ ઓટોમોબાઈલ ક્ષેત્રે આગલ વધવા માટે સંઘર્ષ કરી રહી હતી. ગાડીઓ ની દુનિયાના દરવાજા હજુ તો ઊઘડી રહ્યા હતા જાણે. ત્યારની નવલી નવોઢા જેવી બધી મોટર કંપનીઓ વર્ષે દહાડે માંડ 35-36 કાર વેચી શકતી. એવામાં આ નવી-સવી ડેઈમલર કંપનીને એક ‘એમીલ જેલીનેક’ નામના રાજદ્વારી ઉદ્યોગપતિનો ભેટો થયો. આ ઉદ્યોગપતિ ઝડપી કારનો આશિક તો હતો જ પરંતુ પોતાની પુત્રી ઉપર એને એટલો બધો પ્રેમ અને પુત્રીનું નામ પોતાની કોઈ શુકનવંતી માન્યતાને લીધે લખાવવાનું એવું પાગલપન કે તેણે ડેઈમલર કંપની સામે ઑફર મૂકી કે જો મારી પુત્રીનું નામ તમારી મોટર ઉપર લખો તો એકસાથે 35 કાર આ બંદો એકલો ખરીદી લેશે ! ડેઈમલર કંપનીને તો જાણે જલસો પડી ગયો ! એક નામ લખવા બદલ જો આખા વર્ષનું વેચાણ એક જ સોદે થતું હોય તો પછી કરાય જ ને કંકુના… – એમ માની ડેઈમલરે શરત માન્ય રાખી અને ‘એમીલ જેલીનેક’ ને તેની પુત્રીનું નામ લખેલી 36 ગાડીઓ એક સાથે વેચવામાં આવી. જેલીનેકે આ બધી કાર ખરીદી અને નફો કરી વેચી પણ નાખી. અને યુરેકા ! આ કાર તો યુરોપિયન માર્કેટમાં હિટ ગઈ અને આવો જ સોદો એણે

વિશ્વની મહાસત્તા બનવા જઈ રહેલા ચીનમાં લોકોને કેવી રીતે જીવવું પડે છે?

Image
21 મી સદી ચીનની હોવાનું દુનિયા આખી માની રહી છે. ચીન અમેરિકાને પછાડી દુનિયાની મહાસત્તા બનવા મથી રહ્યું છે. બેજિંગ, શંઘાઈ અને ચીનના અન્ય શહેરો ન્યૂયોર્ક-વૉશિંગ્ટનને ટક્કર મારવા થનગની રહ્યા છે. ચીનમાં એક સમૃદ્ધ મધ્યમવર્ગ વિકસી રહ્યો છે. અને ચારેય બાજુ સમૃદ્ધિ જ સમૃદ્ધિ ઉગી નીકળી હોય તેવું વિશ્વ મીડિયાને બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ શું ચીનમાં જે ચમકે છે તે બધુ સોનું જ છે? શું ખરેખર ચીનના લોકો અમેરિકનો જેટલા સમૃદ્ધ બની ગયા છે કે પછી શું ચીન દુનિયાના ઉઠા ભણાવી રહ્યું છે? જો, ચીનની વાસ્તવિક્તા જોવામાં આવે તો સુપરપાવર બનવા મથી રહેલા ચીનનો એક બીજો ચહેરો સામે આવી શકે છે. ચીનમાં પરિસ્થિતિ એટલી વિકટ છે કે ચાર મીટરની જગ્યામાં એક કરતા વધુ લોકોને રહેવું પડી રહ્યું છે. અહીંના એક લેન્ડલોર્ડે એક છ મજલાની ઈમારતમાં ચાર-ચાર મિટરની જગ્યાવાળા 55 કેપસ્યુલ હાઉસ બનાવ્યા છે. જેમાં જરૂરીયાતવાળા લોકોને કમને રહેવું પડી રહ્યું છે. ચીનના હુબઈ પ્રંતના વુહાન શહેરમાં બનાવાયેલા આ  કેપસ્યુલ હાઉસ ઘણુ બધુ કહી જાય છે. બ્રિટિશ સમાચારપત્ર ડેઈલી મેઈલમાં છપાયેલી ચીનની વાસ્તવિક્તાને અહીં રજુ કરવામાં આવી છે

Natural Beauty

Image