ચીનમાં એક ડ્રાઈવર




ચીનમાં એક ડ્રાઈવરને ઈંઘણ અને ટોલ ટેક્સ બચાવવાનું ભારે પડ્યું છે. હકીકતમાં આ વ્યક્તિ ઈંધણ અને ટોલ ટેક્સ બચાવવા માટે બે ટ્રકોને એક ટ્રક પર ચડાવીને લઈ જઈ રહ્યો હતો. પરંતુ જેવી ટ્રાફિક પોલીસની નજર પડી કે તેની બધી મહેનત પર પાણી ફરી ગયું હતું.

ચીનના વર્તમાનપત્ર શિજિયાઝુંગ ડેઈલીના જણાવ્યા પ્રમાણે, હાઈવે પર ટ્રાફિક પોલીસને એક વ્યક્તિએ ફોન કરીને ટ્રક ડ્રાઈવરની આવી હરકત અંગે સૂચના આપી હતી. પોલીસ અધિકારી શી ક્યૂશેંગે જણાવ્યું હતું કે, અમને પહેલા તો આ સમાચાર પર વિશ્વાસ આવ્યો ન હતો. અમને માનવામાં આવતું ન હતું કે એક ટ્રક પર બે ટ્રક ચડાવીને કેવી રીતે લઈ જઈ શકાય.

આશ્ચર્યની વાત તો એ છે કે ચેન નામનો આ ડ્રાઈવર પકડાયા પહેલા હુબેઈ વિસ્તારથી સિઝિયાઝુંક સુધી આશરે 965 કિલોમીટરની સફર કરી ચુક્યો હતો. તે આ નવા ટ્રકોને રાજધાની બેઈજિંગ લઈ જઈ રહ્યો હતો.

તેણે જણાવ્યું હતું કે મને ડર હતો કે એક ઉપર એક રાખવામાં આવેલા ટ્રક ક્યાંક નીચે ન પડી જાય. આથી હું ખૂબ જ ઓછી ઝડપે ટ્રક ચલાવી રહ્યો હતો. અધિકારીઓએ તેના પર 100 પાઉન્ડની દંડ લગાવ્યો હતો, અને ટ્રકને નજીકના સર્વિસ સ્ટેશને રાખી દીધા હતાં. હવે બે ડ્રાઈવરોને બોલાવીને આ ટ્રકોનો બેઈજિંગ પહોંચાડવામાં આવશે

Comments

Popular posts from this blog