વિશ્વની મહાસત્તા બનવા જઈ રહેલા ચીનમાં લોકોને કેવી રીતે જીવવું પડે છે?





21મી સદી ચીનની હોવાનું દુનિયા આખી માની રહી છે. ચીન અમેરિકાને પછાડી દુનિયાની મહાસત્તા બનવા મથી રહ્યું છે. બેજિંગ, શંઘાઈ અને ચીનના અન્ય શહેરો ન્યૂયોર્ક-વૉશિંગ્ટનને ટક્કર મારવા થનગની રહ્યા છે. ચીનમાં એક સમૃદ્ધ મધ્યમવર્ગ વિકસી રહ્યો છે. અને ચારેય બાજુ સમૃદ્ધિ જ સમૃદ્ધિ ઉગી નીકળી હોય તેવું વિશ્વ મીડિયાને બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ શું ચીનમાં જે ચમકે છે તે બધુ સોનું જ છે? શું ખરેખર ચીનના લોકો અમેરિકનો જેટલા સમૃદ્ધ બની ગયા છે કે પછી શું ચીન દુનિયાના ઉઠા ભણાવી રહ્યું છે?

જો, ચીનની વાસ્તવિક્તા જોવામાં આવે તો સુપરપાવર બનવા મથી રહેલા ચીનનો એક બીજો ચહેરો સામે આવી શકે છે. ચીનમાં પરિસ્થિતિ એટલી વિકટ છે કે ચાર મીટરની જગ્યામાં એક કરતા વધુ લોકોને રહેવું પડી રહ્યું છે. અહીંના એક લેન્ડલોર્ડે એક છ મજલાની ઈમારતમાં ચાર-ચાર મિટરની જગ્યાવાળા 55 કેપસ્યુલ હાઉસ બનાવ્યા છે. જેમાં જરૂરીયાતવાળા લોકોને કમને રહેવું પડી રહ્યું છે. ચીનના હુબઈ પ્રંતના વુહાન શહેરમાં બનાવાયેલા આ  કેપસ્યુલ હાઉસ ઘણુ બધુ કહી જાય છે. બ્રિટિશ સમાચારપત્ર ડેઈલી મેઈલમાં છપાયેલી ચીનની વાસ્તવિક્તાને અહીં રજુ કરવામાં આવી છે

Comments

Popular posts from this blog