ક્યાંક એ ટેક્સી ખરેખર પ્રેતાત્માની તો નથી ને!

કોઈ ગજાવાળો જ આ ટેક્સીમાં બેસવાની હિંમત કરશે



જો તમે સિંગાપોરની મુલાકાતે જઈ રહ્યા હો તો ત્યાં તમને તસવીરોથી ભરેલી એક ટેક્સીમાં બેસવું પડે તો ચેતજો. આ ટેક્સીમાં જે તસવીરો છે તે મૃતકોની હોઈ શકે છે. વાસ્તવમાં અહીંયા એક આવી ટેક્સી ચાલી રહી, જેને મૃતકોની તસવીરોથી સજાવવામાં આવી છે.

સિંગાપોરની એક મહિલા લોવેલ ટેને સિટિઝન જર્નાલિઝમ વેબસાઇટ સ્ટેમ્પને જણાવ્યું હતું કે તેણે એક એવી ટેક્સીની સવારી કરી હતી, જેમાં અંદરથી મૃતકોના વિવરણ સાથેની જાણકારીવાળી તસવીરો, રમકડા અને મૃતકોની તસવીરોથી શણગારેલી હતી. ટેને ચોઆ ચૂઆ કાંગ વિસ્તારમાં આ ટેક્સીની સવારી કરી હતી. આ વિસ્તારમાં ઘણાં બધા કબ્રસ્તાનો છે.

અખબાર સ્ટ્રેટ્સ ટાઇમ્સે જણાવ્યા અનુસાર સિંગાપોરમાં માત્ર આ વિસ્તારના કબ્રસ્તાનમાં જ દફનવિધિ કરવામાં આવે છે. ટેન ઉમેરે છે કે ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે , જે આ ટેક્સીમાં બીજી વખત બેસવાની હિંમત કરશે.

Comments

Popular posts from this blog