મેડિકલ સાયન્સ ક્ષેત્રે વિવિધ ટેક્નોલોજીનો વિકાસ થવા છતાં કેટલાંક કિસ્સાઓ તજજ્ઞ ડોક્ટરોને પણ માથું ખંજવાળતાં કરતાં હોય છે. જવલ્લે જોવા મળતા આવા જ એક કિસ્સામાં શહેરની એક હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા ત્રણ આંખ સાથે જન્મેલા બાળકનું ‘ત્રીજું નેત્ર’ ઓપરેશનથી દૂર કરાયું છે. જન્મજાત ખોડને કારણે બે વિકસિત આંખોની ભ્રમર વચ્ચે અવિકસિત ‘ત્રીજું નેત્ર’ હોય તેવો દેશનો પ્રથમ કિસ્સો હોવાનો તબીબો દાવો કરી રહ્યા છે.

સુરેન્દ્રનગરના બાડા ગામમાં રહેતાં બાળકની માતા સોનલબહેને જણાવ્યું હતું કે, મારા દીકરાને જન્મથી જ ત્રિનેત્ર એટલે કે બે આંખની ભમરોની વચ્ચે ‘ત્રીજું નેત્ર’ હોવાથી હવે શું થશે તેવાં વિચારથી પરિવારજનો દિગ્મૂઢ થઇ ગયા હતા. પરંતુ, સુરેન્દ્રનગરમાં એક સર્જને અમને અમદાવાદ મોકલ્યા હતા. જ્યાં ડોક્ટરે ગત શુક્રવારે ઓપરેશન કરીને ત્રીજી આંખ દૂર કરવાનું સફળ ઓપરેશન કરતાં પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો.

ઇન્ડિયન એસોસિયેશન ઓફ પીડિયાટ્રિક સર્જનના પ્રેસિડેન્ટ ડૉ. અનિરુદ્ધ શાહે જણાવ્યું હતું કે, બાળકની તપાસ કરતાં ૧૫ હજારે એક બાળકમાં જોવા મળતી ‘નેઝોફ્રન્ટલ એન્કેફેલોસીસ’ બીમારી હોવાનું જાણવા મળ્યું હતું. એમઆરઆઇની તપાસમાં બાળકના મગજનો એક ભાગ બંને ભ્રમરો વચ્ચે આવેલી આ ત્રીજી આંખ સાથે જોડાયેલો હતો.

માત્ર ૧૨ દિવસના અને અઢી કિલો વજનના બાળકની સર્જરી કરવી જટિલ હતી તેમ છતાં અમે બીડું ઝડપ્યું હતું. સૌ પ્રથમ ગરીબ પરિવારનાં બાળકનાં માતા-પિતાને આર્થિક સહાય અપાવી શુક્રવારનાં રોજ ડૉ. અમર શાહ, એનેસ્થેસ્ટિસ ડૉ. તૃપેશ શાહ અને હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડોક્ટર્સની ટીમ દ્વારા બે કલાકનાં જહેમતભર્યા સફળ ઓપરેશન બાદ બાળકનું ત્રીજું નેત્ર દૂર કરાયું હતું.

Comments

Popular posts from this blog