મનુષ્યની જેમ બોલવા લાગી આ સફેદ વ્હેલ માછલી!
તસવીરમાં દેખાતી આ સફેદ વ્હેલ એક અજીબોગરીબ ખાસિયત ધરાવે છે. જો તેનો અવાજ ધ્યાનથી સાંભળીએ તો આ કોઈ શરાબી બોલતો હોય તેવો સંભળાય છે એટલે કે જાણે કોઈ મનુષ્ય વાત કરતો હોય, પણ વાસ્તવમાં આ અવાજ સફેદ વ્હેલ માછલીનો છે જેને NOC તરીકે ઓળખવામાં આવે છે. તેનો અવાજ કોઈ સામાન્ય વ્હેલ માછલી જેવો નથી.
Belugas વ્હેલ માછલી પાસે માનીલો કે જાણે કંઠ હોય. આ વ્હેલને “sea canaries” તરીકે પણ ઓળખવામાં આવે છે. વિલિયમ સ્ચેવિલ અને બાર્બરા લોરેન્સ પહેલા એવા વિજ્ઞાનીઓ છે, જેમણે બેલુગા સાઉન્ડનો અભ્યાસ કર્યો છે. તેમણે લખ્યું છે, "તેનો અવાજ જાણે કોઈ બાળક ભીડમાં રાડારાડ કરતું હોય એવું સુચવે છે."આગળ તસવીરોમાં વધુ વાંચો.. (સ્રોતઃ ડિસ્કવર મેગેઝીન, જસ્ટિન ગ્રેગ, kazoo લાઇન )
Comments
Post a Comment