એરક્રાફ્ટ અને હેલીકોપ્ટરના પાર્ટ્સ હવેથી ગુજરાતમાં બનશે
- હવાઇ સુવિધા માટે ૨૦ હજાર કરોડના માસ્ટરપ્લાનને મંજુરી
- રાજ્યના શહેરો અને દેશના ભાગોમાં હવાઇ પેસેન્જર સર્વિસ શરૂ થશે



ગુજરાતમાં હવાઇ સુવિધાને વધુ અસરકારક બનાવવા માટે રાજ્ય સરકારે ૨૦ હજાર કરોડના માસ્ટરપ્લાનને મંજુરી આપી દીધી છે. ડીએમઆઇસી એરિયામાં માંડવી પાસે સિવિલ એવિયેશન માટેની એક સ્કૂલ પણ શરૂ કરવામાં આવી રહી છે, જ્યારે મહેસાણામાં એરપોર્ટ સિટી બનાવવામાં આવશે.

એક તરફ અમદાવાદ, વડોદરા અને સુરતના એક્સપોર્ટ માટેના વિસ્તૃતિકરણનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. બીજી તરફ નવા એરપોર્ટ અને હેલીપેડનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

આ પ્લાનમાં એરક્રાફ્ટ્સ અને હેલીકોપ્ટરના પાર્ટ્સનો સમાવેશ થાય છે. એ ઉપરાંત રાજ્યના શહેરો તેમજ દેશના અન્ય રાજ્યોમાં પેસેન્જર સર્વિસ શરૂ કરવાની બાબતને અગ્રતા આપવામાં આવી છે. હવાઇ સુવિધા ઉભી કરવાના ભાગરૂપે કેન્દ્ર સરકાર પાસે સિવીલ એવિયેશન ડેવલપમેન્ટની એક દરખાસ્ત રજુ કરવામાં આવી છે. વાયબ્રન્ટ સમિટમાં એવિયેશન સેક્ટરના ૨૧ એમઓયુ સાઇન કરવામાં આવશે.
સિવિલ એવિયેશન માસ્ટરપ્લાન

પ્રોજેક્ટ ..... લોકેશન ..... પ્રમોટક ..... રોકાણ(કરોડમાં)
ઇન્ટરનેશનલ એરપોર્ટ ....અમદાવાદ ....પીપીપી ....૩૦૦૦
એરપોર્ટ વિસ્તૃતિકરણ ....વડોદરા ....એએઆઇ ....૨૫૨
કાર્ગો ટર્મિનલ બિલ્ડીંગ ....સુરત ....પીપીપી ....૧૦
એરસ્ટ્રીપનો વિકાસ ....અંકલેશ્વર ....એએઆઇ ....૧૬
એરપોર્ટ વિસ્તૃતિકરણ ....રાજકોટ ....એએઆઇ ....૧૭૩
એરપોર્ટ મોર્ડનાઇઝેશન ....અમદાવાદ ....એએઆઇ ....૩૦૦
એવિયેશન સિટી ....મહેસાણા ....એએએ ....૧૦૦
એરપોટ ઇન્ફ્રા.કંપની ....ગાંધીનગર ....જીઓજી ....૦૩
એરસ્ટ્રીપ ડેવલપમેન્ટ ....વડોદરા પીસીપીઆર ....આઇએપી ....૩૧૫૦
એરસ્ટ્રીપ ....માંડવી ....એએઆઇ ....૩૧
સ્મોલ એરક્રાફ્ટ મેન્યુ. ....સ્થળ નક્કી નથી ....એરાવત ગ્રુપ ....૧૯૧૫
એરટેક્સી ....સ્થળ નક્કી નથી ....યુએસએ ....૨૭૩
એર કાર્ગો હબ ....સ્થળ નક્કી નથી ....ડેક્કન ....૪૫૦૦
એરોટાઇપ મેન્યુ. ....સ્થળ નક્કી નથી ....ડનલોપ ગ્રુપ ....૨૦૦
એરક્રાફ્ટ પાર્ટ્સ મેન્યુ. .... સ્થળ નક્કી નથી ....હની વેલ ....૧૦૦
એરો સ્પોર્ટ્સ એડવેન્ચર્સ ....રાજપીપળા ....નર્મદા એરો ....૩૦૦
હેલીકોપ્ટર સર્વિસ ....યાત્રાધામો ....પવન હંસ ....૧૦
એરફિલ્ડ ....અંબાજી ....રૂઇયા,કોલકત્તા ....૧૫૦
એરપોર્ટ ડેવલપમેન્ટ ....દ્વારકા ....શ્રેઇ ઇન્ફ્રા. ....૩૦૦
એરક્રાફ્ટ મેન્યુ. ....પરસોલી,નવસારી ....સ્કાયલાઇન કલબ ....૧૧૦૦
એવિયેશન મેનેજમેન્ટ સ્કૂલ ....માંડવી ....વીનીપેગ એવિયેશન ....૧૫
કુલ મૂડીરોકાણ ....૧૫૮૯૮

Comments

Popular posts from this blog

મનુષ્યની જેમ બોલવા લાગી આ સફેદ વ્હેલ માછલી!