There are many things wrong with Madhur Bhandarkar’s “Dil Toh Baccha Hai Ji”, but the worst part is that nobody seems to have even bothered to rise above mediocrity in this excuse of a film. Bhandarkar veers away from his “slice of life” style of cinema and moves to comedy, but it has the same clichés, the same dumbed-down dialogues, and strangely enough for a comedy, very crass humour that is more offensive than funny. Ajay Devgan plays Naren, an executive who is in the middle of a divorce and attracted to his secretary, who is half his age and exhibits entirely inappropriate behaviour (like asking her boss when he lost his virginity). Naren lives with two roommates – Milind (Omi Vaidya), a meek poet, and Abhay (Emraan Hashmi), a Casanova, who actually checks out girls at funerals and romances a mother-daughter duo at the same time. The film follows the three on their quest for love, but the journey is unbelievably dull and tedious and there are no funny moments. I could have spent...
Posts
Showing posts from January, 2011
સમય સાથે તમારે કેવો સંબંધ છે?
- Get link
- X
- Other Apps
સમય સાથે તમારે કેવો સંબંધ છે? દોસ્તીનો કે દુશ્મનીનો? સમય એવી ચીજ છે કે તમે તેની સાથે જેવો સંબંધ રાખશો, એવો સાથ આપશે. સમય સારો કે ખરાબ નથી હોતો, સમય સમય જ હોય છે. કોઈ ક્ષણ ગુડ ટાઈમ કે બેડ ટાઈમનું લેબલ લગાવીને આપણી સામે આવતી નથી. આપણે જ જો સમય પર અચ્છા કે બુરાનું સ્ટીકર ચોંટાડી દઈએ તો એમાં વાંક સમયનો નથી હોતો. એક માણસને સમય સાથે ઝઘડો થયો. સમયને ફરિયાદ કરી કે, મારા માટે તું ક્યારે સુધરીશ? સમયે કહ્યું કે, તું ક્યાં મને બગાડે છે એ શોધી કાઢ એટલે હું આપોઆપ સુધરી જઈશ. મેં તો મારી બધી શકિત તને આપી છે, હવે તારા હાથમાં છે કે તું તેને કેવી રીતે વાપરે છે. આપણને વારંવાર એક વાત સાંભળવા મળે છે કે યાર, મરવાની પણ ફુરસદ નથી! જો મરવાની ફુરસદ ન હોય તો જીવવાની ફુરસદ ક્યાંથી મળવાની છે? ગમે એવો ધનાઢ્ય માણસ પણ સમયને ખરીદી શકતો નથી. સમયને તમે જરાયે રેઢો મૂક્યો તો સમય તમારા પર ચડી બેસશે. સમયની લગામ માણસના પોતાના હાથમાં હોવી જોઈએ પણ માણસ આ લગામ સમયના હાથમાં આપી દે છે અને પછી એ જેમ ચાબુક ફટકારે એમ દોડતો અને હાંફતો રહે છે. એક વરસનું મૂલ્ય કેટલું છે એ જાણવું હોય તો એવા વિદ્યાર્થીને પૂછો જે ફાયનલ...
તું મારાથી ખુશ છે? જિંદગીએ આજે એક અણિયાળો સવાલ પૂછી નાખ્યો
- Get link
- X
- Other Apps
તું મારાથી ખુશ છે? જિંદગીએ આજે એક અણિયાળો સવાલ પૂછી નાખ્યો. આમ તો તે અનેક વખત આવા સવાલો પૂછતી રહે છે પણ હું તેને જવાબ આપતો નથી. આજે મેં જિંદગી સાથે સંવાદ સાઘ્યો.ના રે યાર! હું તારાથી પૂરેપૂરો ખુશ નથી. જો ને તું મારું ધાર્યું કંઈ થવા જ દેતી નથી. ખુશ થવાનું માંડ કંઈક કારણ મળે ત્યાં તું નવો કોઈ પ્રોબ્લેમ ઉભો કરી દે છે. આજે ઓફિસે જતો હતો ત્યાં જ ખબર મળ્યા કે, એક રિલેટિવને એક્સિડન્ટ થયો છે. બધું કામ પડતું મૂકીને ત્યાં દોડવું પડ્યું. ધારેલું બધું જ કામ રખડી પડ્યું. જિંદગી મારી સામે હસી. તેણે બીજો સવાલ કર્યો કે, તારા રિલેટિવને બદલે તને અકસ્માત નડ્યો હોત તો? પગમાં પ્લાસ્ટર આવી જાય અને ડૉક્ટર તને કહી દે કે, હવે ત્રણ વીક બેડ રેસ્ટ કરવાનો છે. તો તારે પડ્યા રહેવું ન પડે? જિંદગીને જવાબ આપ્યો, ના છૂટકે પડ્યા જ રહેવું પડે તો શું થાય? તું ક્યારેક આખી પૃથ્વીને જેલ જેવી બનાવી દઈ માણસને એક રૂમમાં પૂરી દે છે! પણ તું બધું નાછૂટકે જ શા માટે કરે છે? આ તો કરવું જ પડશે, આના વગર તો ચાલશે જ નહીં, મારા વગર આ કામ બીજું કોણ કરશે? તારામાં બ્રેક લાગી જાય તો પણ ઘડિયાળનો કાંટો તો રોકાવાનો જ ન...
ક્યાંક એ ટેક્સી ખરેખર પ્રેતાત્માની તો નથી ને!
- Get link
- X
- Other Apps
કોઈ ગજાવાળો જ આ ટેક્સીમાં બેસવાની હિંમત કરશે જો તમે સિંગાપોરની મુલાકાતે જઈ રહ્યા હો તો ત્યાં તમને તસવીરોથી ભરેલી એક ટેક્સીમાં બેસવું પડે તો ચેતજો. આ ટેક્સીમાં જે તસવીરો છે તે મૃતકોની હોઈ શકે છે. વાસ્તવમાં અહીંયા એક આવી ટેક્સી ચાલી રહી, જેને મૃતકોની તસવીરોથી સજાવવામાં આવી છે. સિંગાપોરની એક મહિલા લોવેલ ટેને સિટિઝન જર્નાલિઝમ વેબસાઇટ સ્ટેમ્પને જણાવ્યું હતું કે તેણે એક એવી ટેક્સીની સવારી કરી હતી, જેમાં અંદરથી મૃતકોના વિવરણ સાથેની જાણકારીવાળી તસવીરો, રમકડા અને મૃતકોની તસવીરોથી શણગારેલી હતી. ટેને ચોઆ ચૂઆ કાંગ વિસ્તારમાં આ ટેક્સીની સવારી કરી હતી. આ વિસ્તારમાં ઘણાં બધા કબ્રસ્તાનો છે. અખબાર સ્ટ્રેટ્સ ટાઇમ્સે જણાવ્યા અનુસાર સિંગાપોરમાં માત્ર આ વિસ્તારના કબ્રસ્તાનમાં જ દફનવિધિ કરવામાં આવે છે. ટેન ઉમેરે છે કે ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે , જે આ ટેક્સીમાં બીજી વખત બેસવાની હિંમત કરશે.
- Get link
- X
- Other Apps
એરક્રાફ્ટ અને હેલીકોપ્ટરના પાર્ટ્સ હવેથી ગુજરાતમાં બનશે - હવાઇ સુવિધા માટે ૨૦ હજાર કરોડના માસ્ટરપ્લાનને મંજુરી - રાજ્યના શહેરો અને દેશના ભાગોમાં હવાઇ પેસેન્જર સર્વિસ શરૂ થશે ગુજરાતમાં હવાઇ સુવિધાને વધુ અસરકારક બનાવવા માટે રાજ્ય સરકારે ૨૦ હજાર કરોડના માસ્ટરપ્લાનને મંજુરી આપી દીધી છે. ડીએમઆઇસી એરિયામાં માંડવી પાસે સિવિલ એવિયેશન માટેની એક સ્કૂલ પણ શરૂ કરવામાં આવી રહી છે, જ્યારે મહેસાણામાં એરપોર્ટ સિટી બનાવવામાં આવશે. એક તરફ અમદાવાદ, વડોદરા અને સુરતના એક્સપોર્ટ માટેના વિસ્તૃતિકરણનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. બીજી તરફ નવા એરપોર્ટ અને હેલીપેડનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ પ્લાનમાં એરક્રાફ્ટ્સ અને હેલીકોપ્ટરના પાર્ટ્સનો સમાવેશ થાય છે. એ ઉપરાંત રાજ્યના શહેરો તેમજ દેશના અન્ય રાજ્યોમાં પેસેન્જર સર્વિસ શરૂ કરવાની બાબતને અગ્રતા આપવામાં આવી છે. હવાઇ સુવિધા ઉભી કરવાના ભાગરૂપે કેન્દ્ર સરકાર પાસે સિવીલ એવિયેશન ડેવલપમેન્ટની એક દરખાસ્ત રજુ કરવામાં આવી છે. વાયબ્રન્ટ સમિટમાં એવિયેશન સેક્ટરના ૨૧ એમઓયુ સાઇન કરવામાં આવશે. સિવિલ એવિયેશન માસ્ટરપ્લાન પ્રોજેક્ટ ..... લોકેશન ..... પ્રમોટક ..... રો...