મલ્લિકા-બિગ બી વચ્ચે હોટ રોમાન્સ!!!


મલ્લિકા શેરાવતનું સ્વપ્ન હતું કે, તે અમિતાભ બચ્ચન સાથે કામ કરે. હવે તેનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. તે બિગ બી સાથે એક રોમેન્ટિક ફિલ્મમાં કામ કરી રહી છે.

મલ્લિકાએ આ વર્ષે ઈતિહાસ રચ્યો હોય તેમ લાગી રહ્યું છે. તેણે આ વર્ષે હોલિવૂડની કેટલીક ફિલ્મો સાઈન કરી છે. મલ્લિકા શેરાવતની ઘણાં સમયથી ઈચ્છા હતી કે, તે સીનિયર બચ્ચન સાથે કામ કરે.

થોડા સમય પહેલા જ મલ્લિકાને એક ફિલ્મમાં બિગ બી સામે લેવામાં આવી છે. થોડા વર્ષો પહેલા એક ચેટ શોમાં મલ્લિકાએ કહ્યું હતું કે, તેને અમિતાભ બચ્ચન સાથે કામ કરવું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મલ્લિકા હાલમાં અમેરિકામાં છે અને તેને બોલિવૂડની ઘણી જ ફિલ્મો ઓફર થઈ રહી છે. આ ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મોમાં મલ્લિકાએ કામ કરવાની હા પાડી છે. મલ્લિકાએ અમિતાભ સાથેની રોમેન્ટિક ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે. હોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યા પછી તે ભારતના સુપરસ્ટાર સાથે કામ કરવા આતુર હતી.

મલ્લિકા ઘણાં સમયથી બોલિવૂડમાં કામ કરી રહી છે. જો કે શરૂઆતમાં મલ્લિકા માત્રને માત્ર અંગપ્રદર્શન કરતી હોવાથી તેને કોઈ મહત્વ આપતું નહોતું. જો કે હોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યા પછી મલ્લિકાનું નસીબ બદલાઈ ગયું છે. ઈન્દર કુમારે ધમાલ 2માં મલ્લિકાને લીધી છે.

મલ્લિકાએ કહ્યું હતું કે, પીએનસીએ તેને એક સ્ક્રીપ્ટ મોકલાવી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન છે. આ મહિનાના અંતે તે ભારત આવવાની છે અને ફિલ્મ અંગે વિસ્તૃત વાત કરશે.

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, અમિતાભ બચ્ચન હોવાને કારણે તેણે આ ફિલ્મ સાઈન કરી છે તો તેણે હા પાડી હતી.

નોંધનીય છે કે, મલ્લિકા ચુંબનો અને ઉત્કટ પ્રણય દ્રશ્યો માટે જાણીતી છે. બિગ બી અને મલ્લિકા વચ્ચે કેટલા ઉત્કટ પ્રણય દ્રશ્યો જોવા મળશે તે તો આવનારો સમય જ કહેશે.

Comments

Popular posts from this blog

મનુષ્યની જેમ બોલવા લાગી આ સફેદ વ્હેલ માછલી!

Links For Asp.Net c#