અખિલ ભારતીય ભારત દળના સંસ્થાપક યોગીરાજ સ્વામી ગૌરીશંકર અવધૂત (124 વર્ષ)નો દાવો છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ (113 વર્ષ) આજે પણ જીવિત છે. દેશના મોટા રાજનીતિજ્ઞો અને મુખ્ય પદો પર આસિન ગણમાન્ય લોકો ઘણી વાર નેતાજી સાથે મુલાકાત કરી ચુક્યા છે. આ દાવો તેમણે મંગળવારે જગન્નાથ મંદિરમાં જૂથના અખબાર દૈનિક ભાસ્કર સાથે વાતચીત કરતી વખતે કર્યો હતો.



>નેતાજી સુભાષચંદ્ર બોઝ 113 વર્ષે જીવિત છે
>નેતાજી હાલ જાપાન સીમા નજીક છે
>નેતાજી દેશની આઝાદીથી સંતુષ્ટ નથી
>નેતાજી આઝાદીને દેશવાસીઓ માટે કમજોરી માને છે
>દેશના મોટા નેતાઓ નેતાજીને અવાર-નવાર મળ્યા છે
>પંજાબમાં આતંકવાદના ખાત્માનો રસ્તો નેતાજીઓ બતાવ્યો હતો
>1955માં રશિયાના તત્કાલિન રાષ્ટ્રપતિની નેતાજી સાથે મુલાકાત થઈ હતી
>ભૂટાન, નાગાલેન્ડ, ચીનની સંયુક્ત સેના સાથે દેશ તરફ આગળ વધી રહ્યાં છે
>સુભાષચંદ્ર બોઝ માટે જનજાગરણ અભિયાન શરૂ થયું
>21 ઓક્ટોબરે સુભાષચંદ્ર બોઝ માટે શોભાયાત્રા

તેમણે કહ્યું હતું કે નેતાજી માટે જનજાગરણ અભિયાન શરૂ કરી રાખ્યું છે. અભિયાન હેઠળ બુધવારે અખિલ ભારતીય ભારત દળ દ્વારા શહેરમાં વિશાળ શોભાયાત્રા કાઢવમાં આવશે અને ઉપાયુક્તને આવેદનપત્ર આપવામાં આવશે. જગન્નાથ મંદિરથી શરૂ થઈ રહેલી શોભાયાત્રા ગુડમંડી, સાલારજંગ ગેટ, સ્કાઈલાર્ક રોડ થઈને જીટી રોડ પહોંચશે.

ત્યાર બાદ બસ સ્ટેન્ડ, લાલબત્તી ચોકથી ઉપાયુક્ત કાર્યાલય પર પહોંચશે. ઉપાયુક્તને આવેદનપત્ર આપ્યા બાદ મોડલ ટાઉન, શિવાજી સ્ટેડિયમ, આઠ મરલા, જાટલ રોડ થઈને યાત્રા પાછી જગન્નાથ મંદિરમાં પહોંચશે. 21 ઓક્ટોબરે શિવાજી સ્ટેડિયમમાં કાર્યક્રમ આયોજીત કરીને સભામાં ઉપસ્થિત લોકોને નેતાજી સંદર્ભે માહિતી આપવામાં આવશે.

તેમણે દાવો કર્યો છે કે નેતાજી દેશને મળેલી આઝાદીથી સંતુષ્ટ નથી. નેતાજી દેશને મળેલી આઝાદીને દેશવાસીઓ માટે કમજોરી માને છે. તેમણે કહ્યું હતું કે તેઓ પોતે ઘણીવાર નેતાજીને મળી ચુક્યા છે અને દેશના મોટા મોટા નેતાઓ આઝાદ હિંદ ફોજના સંસ્થાપકની મુલાકાત કરી ચુક્યા છે. તેમણે દાવો કર્યો છે કે નેતાજી 1941માં કાબુલ સહીત ઘણાં દેશોમાં દેખાયા હતા. 1955માં રશિયાના તત્કાલિન રાષ્ટ્રપતિ અને 1958માં દેશની એક અન્ય ઉપલબ્ધિ પણ નેતાજીને મળવાથી આવી હતી.

પંજાબમાં આતંકવાદને ખતમ કરવાનો રસ્તો પણ નેતાજી દ્વારા જ બતાવાયો હતો. 28 મે, 1964ના રોજ નહેરુના પાર્થિવ શરીર પાસે નેતાજી સુભાષચંદ્ર બોઝ સાધુ વેશમાં ભારત પહોંચ્યા હતા. નેતાજીને નોનિહાલ ફિલ્મમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

2006માં તત્કાલિન રાષ્ટ્રપતિ ઈરાનમાં મળીને આવ્યા હતા. 20મી એપ્રિલ, 2006માં તેઓ ભારત આવ્યા હતા. તેમણે દાવો કર્યો છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ આ સમયે જાપાન સીમા પર છે. ભૂટાન, નાગાલેન્ડ ચીની સંયુક્ત સેના લઈને દેશ તરફ આગળ વધી રહ્યાં છે.

Comments

Popular posts from this blog

મનુષ્યની જેમ બોલવા લાગી આ સફેદ વ્હેલ માછલી!