Indonesia Child Smoker, Ardi

 બની શકે છે કે તમે આ પ્રકારની તસવીર તમારા ફેસબુક ફ્રેન્ડ્સ સર્કલમાં ચોક્કસ જોઈ હૉશે અને આશ્ચર્ય પણ થયું હશે. તમે એમ વીચારીને તસવીર જોઈને જવા દીધી હશે કે હશે કોઈ ફેસબુકમાં હસી-મજાક કરવા માટે આ બાળકને હાથમાં સિગારેટ પકડાવીને ફોટો કેપ્ચર કર્યો હશે.

અને જો એવું હોય તો કદાચ જાણીને તમને વધારે નવાઈ લાગશે, કેમ કે આ તસવીર પાછળ છૂપાઈ છે એક ગંભીર અને ભયાનક હકીકત. આ તસવીર છે એક એવા બાળકની, જેણે દુનિયા કેવી છે, તે હજુ બરોબર જોઈ પણ નથી, પણ હા, તે દિવસમાં લગભગ 40 જેટલી સિગારેટ ચોક્કસ જોઈ લેતો અને માત્ર જોતો જ નહીં, તેને પૂરી કરીને જ નિરાંતનો શ્વાસ લેતો. આવો આગળ જાણીએ આ બાળકની હકીકત.

 દૂધની જગ્યા લીધી સિગારેટેઃ-
સ્થાનીક લોકો તો એમ કહે છે કે 18 મહીનાની ઉંમરમાં જ આ બાળકને તેના પિતાએ સિગારેટ પકડાવી દીધેલી અને બાળપણથી જ તે સિગારેટના કશ લેતો થઈ ગયેલો. આ કારણે તેનું વજન ઘટી નથી રહ્યું, ઉલટાનું વધી રહ્યું છે અને તેને હરવા-ફરવામાં પણ સમસ્યા સર્જાઈ રહી છે. શું કહેવું છે તેના પિતા મોહમ્મદનું જાણીશું આગળની સ્લાઇડમાં

તેના પિતા મોહમ્મદનું કહેવું છે કે જ્યારે તેની પાસેથી સિગારેટ છીનવી લેવાય છે, તો આ આખું ઘર માથે લઈ લે છે. એટલા માટે તેની જીદ અમારે પૂરી કરવી પડે છે. એવું નથી કે ભૂલ માત્ર પિતાની જ હતી. તેની માતાએ પણ તેને બાળપણથી ટોક્યો-રોક્યો નહીં અને હવે તો તેને રોકી શકવો સંભવ નથી લાગી રહ્યું. તેમને ખાસ્સા રૂપિયા પણ તેની આ કૂટેવ ઉપર ખર્ચ કરવા પડી રહ્યાં છે. આટલું જ નહીં, આસપાડોસના બાળકો અને દુનિયાના બીજા લોકો માટે હવે તે તમાશો બની ચૂક્યો છે. આગળની તસવીરમાં વાંચીશું કેવી રીતે લાગી કૂટેવ..


Comments

Popular posts from this blog

મનુષ્યની જેમ બોલવા લાગી આ સફેદ વ્હેલ માછલી!