બે જોડી કપડાની ઈચ્છાએ કસાબને બનાવ્યો સૌથી ખુંખાર આતંકી!

  
ગરીબ યુવાન એવા સંગઠનના હાથે ચડી ગયો કે તે માનવીમાં શેતાન બની ગયો

મુંબઈમાં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ વર્ષ 2008માં નૃશંસ હુમલો કર્યો અને આ હુમલા સાથે જ માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં એક નામ કુખ્યાત થઈ ગયું. એ નામ હતું અજમલ આમિર કસાબ. આપને જાણીને આશ્ચર્ય થશે કે કસાબ માત્ર બે જોડી કપડાની લાલચમાં આવી એવા પંથે ચાલી નિકળ્યો કે જ્યાં તેણે એવી કરતુતો કરી જેની કહાણી વિશ્વના ઈતિહાસમાં હમેંશા કાળા પાન્ના પર લખવામાં આવશે.

પાકિસ્તાનના ઓકારા જિલ્લામાં એક અતિ ગરીબ પરિવારમાં જન્મેલા આ આતંકવાદીના પિતા રેલવેના પાટા લગાવતા હતા જ્યારે તેનો એક ભાઈ લાહોરમાં મજૂરી કરતો હતો. આવી દારૂણ ગરીબીમાં અજમલને દુનિયા ફરવાના, મબલખ રૂપિયા કમાવવાના, વૈભવી જિદંગી જીવવાના કોડ જાગતા. એક વખત ઈદ પર અજમલે પોતાના પિતા પાસે માત્ર બે જોડી નવા કપડાંની માંગ કરી. જે પુરી ન થતાં તે એવા પંથે ચાલી નિકળ્યો કે માનવતાની નજરમાં તે શેતાન બની ગયો.

પાકિસ્તાનના 25 વર્ષના આ યુવકે ગરીબી અને બેરોજગારીના અભિશ્રાપથી કંટાળીને વર્ષ 2005માં પોતાના પિતાનું ઘર ત્યજી દીધું. અને નાના મોટા ગુનાઓ અને ચોરી-લૂંટફાટ જેવા નાનામોટા અપરાધો શરૂ કરી દીધા. જે બાદ ભારતનો આ ગુનેગાર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની રાજકીય શાખા જમાત ઉદ દાવામાં જોડાઈ ગયો.

અહીંયા જ તેને અજમલમાંથી કસાબ બનાવવાની તાલીમ આપવામાં આવી જે બાદે તે સામાન્ય યુવકમાંથી એવો આતંકવાદી બની ગયો કે, જેણે 26 નવેમ્બર 2008ના રોજ 166 નિર્દોષ લોકોના પ્રાણ હરી લીધા. સાથે વિશ્વઆખામાં ભય અને આતંકવાદની નવી જ કહાણી લખી નાખી. (તસવીર: ફરીદકોટમાં કસાબના ઘર બહારનું દ્રશ્ય )


http://www.divyabhaskar.co.in/article/INT-story-about-kasabs-being-of-deadliest-terrorist-3721883.html?HF-39=


Posted In Divya Bhasker.com

Comments

Popular posts from this blog

મનુષ્યની જેમ બોલવા લાગી આ સફેદ વ્હેલ માછલી!