પુત્રીના નામથી પ્રખ્યાત બની કાર !!
પુત્રીના નામથી પ્રખ્યાત બની કાર !! વર્ષ 1900ની આસપાસનો સમય. જર્મનીની ‘ડેઈમલર મોટર કંપની’ (ડીજીઓ) હજુ ઓટોમોબાઈલ ક્ષેત્રે આગલ વધવા માટે સંઘર્ષ કરી રહી હતી. ગાડીઓ ની દુનિયાના દરવાજા હજુ તો ઊઘડી રહ્યા હતા જાણે. ત્યારની નવલી નવોઢા જેવી બધી મોટર કંપનીઓ વર્ષે દહાડે માંડ 35-36 કાર વેચી શકતી. એવામાં આ નવી-સવી ડેઈમલર કંપનીને એક ‘એમીલ જેલીનેક’ નામના રાજદ્વારી ઉદ્યોગપતિનો ભેટો થયો. આ ઉદ્યોગપતિ ઝડપી કારનો આશિક તો હતો જ પરંતુ પોતાની પુત્રી ઉપર એને એટલો બધો પ્રેમ અને પુત્રીનું નામ પોતાની કોઈ શુકનવંતી માન્યતાને લીધે લખાવવાનું એવું પાગલપન કે તેણે ડેઈમલર કંપની સામે ઑફર મૂકી કે જો મારી પુત્રીનું નામ તમારી મોટર ઉપર લખો તો એકસાથે 35 કાર આ બંદો એકલો ખરીદી લેશે ! ડેઈમલર કંપનીને તો જાણે જલસો પડી ગયો ! એક નામ લખવા બદલ જો આખા વર્ષનું વેચાણ એક જ સોદે થતું હોય તો પછી કરાય જ ને કંકુના… – એમ માની ડેઈમલરે શરત માન્ય રાખી અને ‘એમીલ જેલીનેક’ ને તેની પુત્રીનું નામ લખેલી 36 ગાડીઓ એક સાથે વેચવામાં આવી. જેલીનેકે આ બધી કાર ખરીદી અને નફો કરી વેચી પણ નાખી. અને યુરેકા ! આ કાર તો યુરોપિયન માર્કેટમાં હિટ ગઈ અને આવો જ સોદો એણે...